Satya Tv News

ઉત્તર ઇજિપ્તના ફેક્સમાં રહેતા પરિવારના નિર્દોષ બાળક યુસુફના કાકાને જ્યારે તેના શરીરના ટુકડા મળ્યા કે તરત જ આ હત્યાનો પર્દાફાશ થયો હતો. છોકરાના કાકા ડોલમાં પુત્રના શરીરના કેટલાક ભાગો જોયા ત્યારે ચોંકી ગયા હતા. બાદમાં તપાસમાં હત્યા 29 વર્ષીય હાના મોહમ્મદ હસને જ કરી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો કે આરોપી મહિલા માનસિક રીતે સક્ષમ નથી. માનસિક સ્થિતિમાં હોવા પછી તેના પુત્રની હત્યા કરી હતી છે. જેથી માનસિક એકમમાં અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

ધરપકડ બાદ આરોપી મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાતમાં પોતે બાળકનો માથાનો ભાગ ખાધો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિલાએ આ ક્રૂરતાનું કારણ જણાવતા કહ્યું કે તે એવું ઇચ્છતી હતી કે તેનો પુત્ર હંમેશા તેની સાથે રહે. મહિલાએ કહ્યું, “હું મારા પુત્રને હંમેશા મારી સાથે રાખવા માંગતી હતી. મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. અને તેમના પુત્રનો કબજો તેમના પતિ પાસે ચાલ્યો જશે તેવા ડરને લઈને તેમણે જાણી જોઈને પ્લાનિંગ સાથે હત્યા કરી હતી. જેમાં બારી દરવાજા બંધ કરી ઘરમાં પુત્ર પર છરી વડે હુમલો કરી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને સબુત મટાવી દેવા માટે તેને માથાનો ભાગ ખાધો હોવાનું સામે આવ્યું છે.

error: