ઉત્તરપ્રદેશના આગ્રાના એત્માદપુર તાલુકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જયાં એક મહિલા પોતાના પતિ અને સસરા સાથે ઝઘડી પડી. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું કે, જોત જોતામાં મહિલાએ પોતાની ચપ્પલ ઉતારી પતિ અને સસરાને મારવાનું શરુ કરી દીધું. એત્માદપુરા તાલુકા પંચાયતની ઓફિસમાં કામ કરતા કર્મચારીના પરિવારના વિવાદમાં બંને પક્ષો વચ્ચે મારપીટ થઈ.અહીં કામ કરતા કર્મચારીને પોતાની વહુ સાથે માથાકુટ ચાલી રહી છે. પુત્ર પિતાના પક્ષમાં છે.જેને લઈ સસરા-પુત્ર અને વહુ વચ્ચે મારપીટ થઈ. આ દરિમયાન વહુએ ચપ્પલથી બંનેને માર માર્યો. આ ઘટના શુક્રવાર બપોરની છે. તાલુકા પંચાયતની ઓફિસમાં જ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ પછી મારપીટ શરુ થઈ. પરિવારના વિવાદને લઈ એક પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. જો કે વહુનો સસરા અને પતિને માર મારતો 33 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.