સોશિયલ મીડિયા સંબંધ કેટલી હદે ઘાતક પુરવાર થઈ શકે છે તેનો ખૂબ જ ધૃણાસ્પદ અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કેશોદ શહેરમાં આવેલી ખાનગી શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીની પર શાળાના બસ ચાલકે જાતીય દુષ્કર્મ આચરતા વિદ્યાર્થીની માતાની ફરિયાદને પગલે કેશોદ પોલીસે આરોપી સ્કૂલ બસમાં ડ્રાઇવરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.