ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે.ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે તો હું અંગત રીતે આ બાબતની તપાસ કરીશ. ઇઝરાયેલમાં 20,000થી વધુ ભારતીયો રહે છે. મને ત્યાં ફસાયેલા ભારતીયોની ચોક્કસ સંખ્યા ખબર નથી. ઈઝરાયેલમાં રહેતા મોટાભાગના ભારતીયો તેલ અવીવમાં રહે છે. દર વર્ષે અહીંથી હજારો લોકો તીર્થયાત્રા માટે જેરુસલેમ પણ જાય છે.
ભારતે ઈઝરાયેલથી ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ બંધ થવાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયો ઇચ્છે તો પણ પરત ફરી શકતા નથી. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.