ચાર ના ઘટના સ્થળે મોત નિપજ્યા
આમોદ ના સુડી ગામના એકજ ફળિયામાં રહેતા યુવાનો ને નડ્યો અકસ્માત
ઘટના સ્થળે પોલીસ પહોંચી
ભરૂચ નોકરી પરથી પરત ફરતા કારમાં સવાર લોકો ને કેલોદ પાસે અકસ્માત સર્જાયો.
ભરૂચ ના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનો નું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ ના સુડી ગામના એકજ ફળિયા ના ચાર યુવાનોના મોત ને પગલે ગામ માં માતમ છવાયો હતો.
ભરૂચ ના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.આમોદ ના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા.ભરૂચના રવિ રત્ન મોટર્સ માં અને શોરૂમ માં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા.ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામે થી આવતા હાઈવા ટ્રક જી.જે.૧૬ એ.ડબ્લ્યુ 0093 અને અલ્ટો કાર નંબર જી.જે. 16 ડી.સી. 7408 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત ને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનો ના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતુ.જ્યારે કાર નો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માત ની જાણ સુડી ગામમાં થતા કોલાહલ મચી જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર એક જ ફળિયા ના ચાર આશાસ્પદ યુવાનો અને તમામ તેમના માતા પિતા ના એક જ સંતાન હોવાની માહિતી સાંપડી છે.જેને પગલે ચારેય પરિવાર ના ઉપર આભ ફાટી પડયુ હતુ.બનાવ ને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મરણ જનાર ની યાદી
1)મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન
2)સાકીર યુસુફ પટેલ
3) ઓસામા રહેમાન પટેલ
4) મહંમદ મકસુદ પટેલ
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.