Satya Tv News

શુક્રવારે 20 વર્ષીય યુવકે ‘અલ્લાહ હુ અકબર’ ના નારા લગાવી શિક્ષકની ચાકુ મારીને હત્યા કરી હતી. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેને બર્બર ઈસ્લામિક આતંકવાદ ગણાવ્યો છે. તેમણે આ હુમલાની નિંદા પણ કરી છે. ફ્રાન્સના મંત્રી ગેરાલ્ડ ડારમાનિને કહ્યું કે ફ્રાન્સ હવે સૌથી વધુ એલર્ટ પર છે. તેણે આ હુમલાને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે જોડ્યો છે.

મેક્રોને હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી અને શિક્ષક ડોમિનિક બર્નાર્ડને શ્રદ્ધાંજલિ આપી હતી. તે સમયે શિક્ષકની લાશ લોહીથી લથપથ જમીન પર પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે આતંકનો ભોગ બનીશું નહીં. આવી ક્રિયાઓથી અમને વિભાજિત કરી શકાય નહીં.આરોપીની ઓળખ મોહમ્મદ એમ. તરીકે કરવામાં આવી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે. તેહાઇ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. અહીં પણ હુમલો થયો હતો. હુમલાખોરના એક ભાઈની પણ અટકાયત કરવામાં આવી છે. આ હત્યાની તપાસ આતંકવાદ વિરોધી એજન્સીને સોંપવામાં આવી છે.કથિત હુમલાખોરનો મોટો ભાઈ ઇસ્લામિક આતંકવાદી નેટવર્ક સાથે જોડાણ અને આતંકવાદી કૃત્યોને વખાણવાના આરોપમાં જેલની સજા ભોગવી રહ્યો છે.

error: