Satya Tv News

હમાસે મંગળવારે રાત્રે દાવો કર્યો કે. ઈઝરાયલની સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ જવાબ આપ્યો છે કે, ગાઝામાં બર્બર હુમલાને આતંકવાદીઓએ અંજામ આપ્યો છે. જે લોકોએ અમારા બાળકોની હત્યા કરી છે, તેઓ પોતાના બાળકોની પણ હત્યા કરે છે.હોસ્પિટલ પર હુમલા માટે ઈસ્લામિક જિહાદ જવાબદાર છે. દુશ્મન અને ઈઝરાયલ તરફથી અનેક રોકેટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી એક અસફળ રોકેટે ગાઝાની હોસ્પિટલને નિશાન બનાવી હતી. આ રોકેટ હુમલા માટે જિહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.

WHOએ ગાઝા પટ્ટીની હોસ્પિટલ પર હુમલાની ટીકા કરી છે. WHOએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. જ્યાં દર્દીઓની દેખભાળ કરનાર તથા અનેક વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો હતો. WHO જણાવે છે કે, ઈઝરાયલે માનવીય કાયદાનું પાલન કરવું જોઈએ. જે અનુસાર હોસ્પિટલની રક્ષા કરવી જોઈએ અને તેને ટાર્ગેટ ના કરવી જોઈએ.

error: