Satya Tv News

ટોલીવુડ આઇકોન સ્ટાર અલ્લુ અર્જુને ઈતિહાસ રચ્યો છે. તેમને તેલુગુ સિનેમાના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુનને મંગળવારે દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુને ફિલ્મ ઉદ્યોગના 69 વર્ષના ઈતિહાસમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર પ્રથમ તેલુગુ હીરો તરીકે ઈતિહાસ રચ્યો હતો.

ઘણા સેલિબ્રિટીઝ, ચાહકો અને નેટીઝન્સ અલ્લુ અર્જુને અભિનંદન આપી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહ્યા છે. નેશનલ એવોર્ડમાં અલ્લુ અર્જુન તેની પત્ની સ્નેહલતા રેડ્ડી સાથે આવ્યો હતો. આ કાર્યક્રમમાં દ્રૌપદી મુર્મુની સાથે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો હતો. સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પુષ્પા માટે આ એવોર્ડ મળ્યો હતો. અલ્લુ અર્જુન આ પાન ઈન્ડિયા મૂવીમાં પુષ્પરાજ તરીકે દેખાયો હતો.

error: