બુધવારે વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં યહૂદી સંગઠનોના સભ્યો સહિત હજારો પ્રો-પેલેસ્ટિનિયન વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની માંગ કરી હતી.પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો લોસ એન્જલસમાં ઈઝરાયેલ એમ્બેસીની બહાર પણ થયા હતા, જેમાં ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને વહીવટીતંત્ર વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. જેમાં લોસ એન્જલસ ટાઇમ્સના ફોટોગ્રાફરને ઇજા થઇ હતી.
ન્યુયોર્ક શહેરના ટાઈમ્સ સ્ક્વેરમાં હજારો લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પેલેસ્ટાઈનની આઝાદીના પ્લેકાર્ડ લઈને ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલાને બંધ કરવાની માંગ કરી રહ્યા હતા. ઘણા દેખાવકારોએ પેલેસ્ટિનિયન ધ્વજ પકડી રાખ્યા હતા.ટોરોન્ટો સહિત કેનેડાના ઘણા શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ યુદ્ધને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પેલેસ્ટાઈનની આઝાદી અને ગાઝાની આઝાદીના નારા લગાવવામાં આવ્યા હતા અને ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાની નિંદા કરવામાં આવી હતી.
લંડન અને બ્રિટનમાં અનેક સ્થળોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લંડનમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હતી. આ દરમિયાન 1000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.પેરિસમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લોકોએ પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવ્યા હતા અને ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની માંગ કરી હતી. ફ્રાંસના ગૃહમંત્રીએ વાસ્તવમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઈન્ડોનેશિયાના ગાઝામાં યુદ્ધવિરામની માગણી કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પેલેસ્ટાઈનની આઝાદીના નારા લગાવવામાં આવ્યા હતા.પેલેસ્ટાઈનના સમર્થનમાં મોરોક્કોના રબાતમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં રબાતમાં હજારોની ભીડે ગાઝામાં યુદ્ધને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.ગાઝાના સમર્થનમાં લેબનોનમાં પણ રેલી કાઢવામાં આવી હતી. લેબનોનના બેરૂતમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી જે યુએસ એમ્બેસી પાસે હિંસક બની હતી. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા.