Satya Tv News

પ્રધાન મંત્રીની ખેડૂતોની આવક બમણી કરવાના વિઝન ને ચકનાચૂર કરતા નર્મદા નિગમ ના અધિકારી

ઉપરી અધિકારીની નિર્ણય શક્તિ નો અભાવ ખેડૂતોને પાયમાલ કરશે!!!

ભરૂચ જિલ્લામાં ૭૦૦૦૦ હેકટરમાં ખેડુતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે

કિસાન સંઘ ગુજરાત ખેડૂતો ના મામલે લડી લેવાના મૂડ

ભરૂચ જિલ્લામાં નર્મદા નિગમ ની એક હજાર કિલો મીટર માં વિસ્તરેલી નહેર માં પાણી નહીં પહોંચતા ખેડૂતો ની હાલાકી માં વધારો થવા પામ્યો છે.તંત્ર ની ઘોર બેદરકારી જગત ના તાત ને પાયમાલ કરશે.ઉપરી અધિકારી ની નિર્ણય શક્તિ ના અભાવે અનેક કેનાલોમાં વર્ષો થી મરામત નહિ થતા ખેડૂતોમાં રોષ ની લાગણી ફેલાઇ જવા પામી છે.ભરૂચ જિલ્લામાં નર્મદા નિગમ ની કેનાલ એક હજાર કિ.મી. માં પથરાયેલી છે.આ સાથે કેનાલ ના સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર દ્વારા વખતો વખત ઉચિત નિર્ણય નહિ લેવાતા અનેક કેનાલો માં પડેલ ગાબડા આજે પર મરામત ની વાત જોઈને બેઠા છે.હાલમાં જિલ્લામાં ખેતી નો પાક જોઈ ને ખેડૂતો હરખાઈ રહ્યા છે.તો બીજી તરફ કપાસ સહિત ના અન્ય પાકો ને પાણી ની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે.ખેડૂતો ની આવક બમણી થાય એ માટે નું વડાપ્રધાન ના વિઝન ને ફટકો પડયો છે.સમયસર ઉચિત નિર્ણય નહિ લેવાતા કેનાલો પાણી વિનાની છે.

ભરૂચ ના આમોદ તાલુકામાં એક મુખ્ય બ્રાન્ચ,બે ડિસ્ટ્રી સહિત ૨૨ માઇનોર કેનાલ આવેલી છે.તાલુકાની ચાંચવેલ અને દેનવા ડિસ્ટ્રીમાં ૧૪ થી વધુ ગામો આવેલા છે.૭૫૦૦ હેકટર થી વધુમાં ખેતી થઈ રહી છે.સદર ડિસ્ટ્રી માં છેલ્લા ચાર વર્ષ થી ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં તેનું મરામત કાર્ય પર કોઈજ ધ્યાન આપવામાં નહિ આવતા નહેરમાં ઠેરઠેર ગાબડા જેમના તેમ છે.જો નહેર નું સમારકામ તાત્કાલિક ધોરણે નહિ કરવામાં આવે તો ખેડૂતો ને રાતા પાણીએ રોવા નો વારો આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ૭૦૦૦૦ હેકટરમાં ખેડુતો ખેતી કરી રહ્યા છે.ત્યારે ખેડૂતો ના મહામૂલા પાક ને બચાવવા કેનાલમાં પાણી છોડવામાં આવે એ જ સમય ની માંગ છે.જો નહેર વિભાગ પાણી નહિ છોડે તો ખેડૂતો આંદોલન નો માર્ગ આપનાવે તો નવાઈ નહિ.જો કે આ બાબતે કિસાન સંઘ ગુજરાત ખેડૂતો ના મામલે લડી લેવાના મૂડ જણાય રહ્યુ છે.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: