ખાનગી ક્ષેત્રની ડીસીબી બેંક દ્વારા ‘હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સેવિંગ એકાઉન્ટની ખાસ વાત એ છે કે આ એકાઉન્ટ દ્વારા UPI ટ્રાન્ઝેક્શન કરવા પર તમને 7500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક બેંક માત્ર ડેબિટ ટ્રાન્ઝેક્શન પર જ આપશે. આ માટે 500 રૂપિયાનું ન્યૂનતમ UPI ટ્રાન્ઝેક્શન કરવું પડશે. UPI ટ્રાન્ઝેક્શન પર કેશબેક મેળવવા માટે ખાતામાં 25,000 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું પડશે. કેશબેક ક્વાર્ટરમાં કરવામાં આવેલા વ્યવહારોના આધારે આપવામાં આવશે અને ક્વાર્ટરના અંત પછી એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. કોઈપણ ખાતાધારકને એક મહિનામાં મહત્તમ રૂ. 625નું કેશબેક અને રૂ. 7500નું વાર્ષિક કેશબેક મળશે.
કેશબેક સાથે, બેંક તેના ગ્રાહકોને DCB ના હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટમાં અન્ય ઘણા લાભો પ્રદાન કરશે. આ એકાઉન્ટ સાથે તમને અનલિમિટેડ ફ્રી RTGS, NEFT અને IMPS સુવિધાઓ મળશે. આ સાથે, તમને વ્યક્તિગત બેંકિંગ અને DCB મોબાઇલ બેંકિંગનો લાભ પણ મળશે. આ સિવાય તમે ડેબિટ કાર્ડ વડે DCB બેંકના કોઈપણ ATMમાંથી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.જૂના ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. જો કે, આ માટે તેમણે તેમના વર્તમાન ખાતાને હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું રહેશે.