છોટા ઉદેપુરમાં પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ હતી. જે બાદમાં પોલીસે પીકઅપ ચાલકની અટકાયત કરી હતી. આ તરફ હવે આ કેસમાં વધુ એક હૈવાનની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે કુલ 6 આરોપીમાંથી 4 ઇસમો ફરાર હોઇ તેની શોધખોળ ચાલુ છે. આ તરફ 48 કલાક બાદ પણ 4 આરોપીઓ ન ઝડપાતાં વિદ્યાર્થિનીઓના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કેસમાં લૂંટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. વિદ્યાર્થિનીઓ પાસેથી હેવાનોએ પૈસા પણ લૂંટી લીધા હોવાનો ખુલાસો થયો છે.