સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી
એકતાનગર માં પણ આજે ઝીરો વિઝિબિલીટીનો માહોલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી નહોતી
ઠન્ડી અને ભેજ ને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોલ્ડવેવનો માહોલ
કુદરતી સૌંદર્યનો અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા
આજે નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લા ભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો.તો બીજી તરફ આજે ગાઢ ધુમ્મસે નર્મદાને ઘમરોળ્યું હતું.
એકતાનગરમાં આજે ઝીરો વિઝિબિલીટીનો માહોલ સર્જાયો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી નહોતીસ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોલ્ડવેવનો માહોલ સર્જાયો છે આજે ઠન્ડી અને ભેજ ને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટીહતી. જોકેચારે બાજુ કુદરતી સૌંદર્ય જોઈને અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યાહતાં.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા