Satya Tv News

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીની જૂની લાઈનમાંથી ગંદુ પાણી આવતું હોય, નવી લાઈનમાં કનેક્શન જોઈન્ટ કરી પાણીની સમસ્યા દૂર કરવા વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નગરપાલિકા કચેરી ખાતે બહેનોએ રજૂઆત કરી હતી. છેલ્લા ચાર પાંચ વર્ષથી નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા વિસ્તારના રહીશોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

ડભોઇ નગરના મહુડી ભાગોળ બહાર જનરાનગર સોસાયટી ખાતે વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી જૂની પીવાના પાણી લાઈનમાં ગંદુ પાણી આવતું હોય પીવા લાયક ન હોય વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા પ્રજા ભોગવી રહી છે. નવી પાઇપલાઇનમાંથી પાણી આપવા માટે ડભોઇ નગરપાલિકા કચેરી ખાતે વિસ્તારની મહિલાઓએ રજૂઆત કરવા આવ્યા હતા.દરમિયાન વર્ષોથી એક જ ટેન્કર દ્વારા પીવાનું પાણી સોસાયટીને પૂરું પાડતા હોય નવી પીવાના પાઇપલાઇન હોવા છતાં જૂની પાઇપ લાઇન ચાલુ રાખી છે તેને બંધ કરી નવીનમાં કનેક્શન જોઈન્ટ કરવા તેવી પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે તેને વહેલી તકે દૂર કરવા જણાવ્યું હતું અને વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હોય એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા રહીશોમાં બોલાતું હતું કે નગરપાલિકાની આ બેદરકારીના કારણે મુશ્કેલી વેઠવી પડે છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: