Satya Tv News

રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર, આગામી 8, 9 અને 10 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે. આગામી દિવસોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા અને કરા પડશે. પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તારીખ 8, 9 અને 10 દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે.

મહેસાણા, બનાસકાંઠા, દાંતીવાડા, તખતગઢ અને ડીસાના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે. સમી, હારીજ, કચ્છના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.

અંબાલાલના કહેવા અનુસાર તારીખ 11, 12 અને 13માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. મકરસંક્રાતિ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠંડા પવન ફુકાશે. મકરસંક્રાંતિમાં પવન સાધારણ રહેશે. મધ્ય ગુજરાતમાં પવન સાધારણ રહેશે. ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વધુ પવન રહેશે. સૌરાષ્ટ્રમાં સાધારણ પવન રહેશે. ગુજરાતમાં એકંદરે 6 કી.મી. પ્રતિ કલાકે પવન ફૂકાશે

8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ, નવસારી, ડાંગ, વલસાડ, દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી

9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહીના સંકેત

10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી

error: