ઘણી વખત સ્માર્ટફોનને એરપ્લેન મોડ પર રાખવાની મજબૂરી બની જાય છે, પરંતુ ફોનને એરપ્લેન મોડ પર રાખ્યા બાદ લગભગ તમામ કામ અટકી જાય છે. તમે યુટ્યુબ પર ગીતો સાંભળી શકતા નથી, ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી શકતા નથી. અથવા ઓનલાઇન શોપિંગ પણ કરી શકતા નથી. જેથી તમને આ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમે એક એપ વિશે તમને જણાવીશું. જેના દ્વારા તમે એરપ્લેન મોડમાં પણ ફોન પર ડેટાનો ઉપયોગ કરી શકશો.
આ માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Google Play Store પર Force LTE Only (4G/5G) ટાઈપ કરો. બાદમાં તમને અહીં એપ બતાવવામાં આવશે. આ એપને ફોનમાં ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલેશન પછી 4 વિકલ્પો જોવા મળશે. બીજા વિકલ્પ પર ક્લિક કરો –
ત્યાર બાદ ફોનની માહિતી પર જાઓ, અહીં મોબાઈલ રેડિયો પાવરનો વિકલ્પ જોવા મળશે. મોબાઇલ રેડિયો પાવર વિકલ્પને એક્ટિવ કરો અને તમારા સ્માર્ટફોન પર એરપ્લેન મોડ ચાલુ કરો. આમ કરતા જ ડેટા તમારા સ્માર્ટફોનમાં એરપ્લેન મોડ પર ચાલવા લાગશે. એટલે કે હવે તમે તમારા ફોન પરની તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશો.
એપના ફાયદા : આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.4 રેટિંગ મળ્યા છે અને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ યુઝર્સ તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપ તમને નેટવર્કને 4G/3G/2Gમાં બદલવા અને પસંદ કરેલા નેટવર્કમાં રહેવામાં પણ મદદ કરશે.