Satya Tv News

અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નો મુખ્યમંત્રીનાં હસ્તે પ્રારંભ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ પતંગ મહોત્સવ તા. 7 જાન્યુઆરીથી તા. 14 જાન્યુઆરી ઉત્તરાયણનાં દિવસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ મહોત્સવમાં 55 દેશનં 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો. તેમજ 12 રાજ્યનાં 68 રાષ્ટ્રીય પતંગબાજો તો ગુજરાતનાં 23 શહેરનાં 856 પતંગબાજોએ ભાગ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ પાંચ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતા રાજ્યનાં મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ જેટલા પતંગો ચગાવ્યા હતા. જેમાં પ્રથમ તો મુખ્યમંત્રીએ સાપની લાંબી પૂછડીવાળો પતંગ ચગાવ્યો હતો. જે બાદ તેઓ દ્વારા I LOVE GUJARAT લખેલ પતંગ ચગાવ્યો હતો.

22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરને લઈ તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ અયોધ્યા રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ અયોધ્યાનાં રામ મંદિરનો પતંગ પણ ચગાવવામાં આવ્યો હતો. તેમજ ભગવાન શ્રી રામનો પણ પતંગ ચગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન શ્રી રામનો પતંગ ચગાવતાની સાથે જ સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામનાં નારાથી ગુંજી ઉઠ્યું હતું.

error: