Satya Tv News

વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી અને ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની અપીલ કરી હતી. માલદીવના યુવા સશક્તિકરણના નાયબ પ્રધાન મરિયમ શિનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતીય નેટીઝન્સ દ્વારા તેની ટીકા કરવામાં આવ્યા બાદ શિઉનાએ તેની પોસ્ટ કાઢી નાખી હતી.

માલદીવના મંત્રી સહિત અનેક રાજકારણીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવ્યા બાદ આ વિવાદ સર્જાયો છે. યુવા સશક્તિકરણના નાયબ પ્રધાન મરિયમ શિઉનાએ ટ્વિટર પર પીએમ મોદીને કઠપૂતળી કહ્યાં હતા. જો કે હવે તેણે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પરથી પોતાનું નિવેદન ડિલીટ કરી દીધું છે.

માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘જોકર’ અને ‘કઠપૂતળી’ ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, “આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?”

error: