Satya Tv News

BCCIના એક સૂત્ર મુજબ સૂર્યકુમારને સ્પોર્ટ્સ હર્નિયા હોવાનું નિદાન થયું છે અને હાલ તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. સાથે જ એમ પણ જણાવ મળ્યું છે કે સૂર્યા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ હર્નીયાની સર્જરી માટે જર્મની જશે. આનો અર્થ એ છે કે તે ચોક્કસપણે રણજી ટ્રોફીની આ સિઝનમાં મુંબઈ માટે રમી શકશે નહીં અને તે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રથમ કેટલીક મેચો પણ ચૂકી શકે છે.

હવે એ જાણીએ સ્પોર્ટ્સ હર્નીયા છે શું? તો અહેવાલ અનુસાર ‘સ્પોર્ટ્સ હર્નીયા એ કોઈ પણ વ્યક્તિની કમર કે નીચલા પેટના વિસ્તારમાં સ્નાયુ, લીગામેન્ટ અથવા તમારા ટેંડન ટીયર કે અથવા મચકોડ છે. સ્પોર્ટ્સ હર્નીયા એ લોકોમાં વધુ જોવા મળે છે જે ખેલાડીઓ છે કે જે લોકો અલગ અલગ સ્પોર્ટ્સ રમે છે.’સ્પોર્ટ્સ હર્નિયા ફૂટબોલ, ક્રિકેટ, કુસ્તી અને આઈસ હોકી જેવી વધુ જોરશોરથી થતી રમતો રમતા ખેલાડીઓમાં વધુ જોવા મળે છે. આ રમતોમાં ખેલાડીઓએ સ્થિર પગ હોય ત્યારે શરીરને ફેરવવાનું હોય છે. આના કારણે, તમારી કમર અથવા નીચલા પેટની નરમ પેશીઓ ફાટી શકે છે.’ જાણીતું છે કે જોહાનિસબર્ગમાં છેલ્લી T20 મેચ દરમિયાન સૂર્યકુમારને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.

વર્ષ 2022માં ભારતના સ્ટાર વિકેટકીપર કેએલ રાહુલને પણ સ્પોર્ટ્સ હર્નિયા થયો હતો, આ માટે એમને એ વર્ષે જુલાઈ મહિનામાં જર્મનીમાં જ સર્જરી કરાવી હતી. એ સમયે રાહુલ પણ ઇજાને કારણે આઈપીએલ પછી કેટલાક મહિના ક્રિકેટથી દૂર રહ્યા હતા.

error: