Satya Tv News

સરકારે બજેટ 2023માં નવી ટેક્સ સિસ્ટમમાં ઘણા ફેરફારો કરીને રાહત આપી હતી. આ મુજબ, નવી ટેક્સ સિસ્ટમમાં અગાઉ કોઈ રોકાણ અથવા કપાતનો દાવો કરી શકાતો ન હતો, પરંતુ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કરદાતાઓને 50,000 રૂપિયા સુધીની ટેક્સ કપાત આપવામાં આવે છે. પેન્શનરોને આ સિસ્ટમ હેઠળ 15,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે, નવી સિસ્ટમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત મૂળભૂત મુક્તિ મર્યાદા અગાઉના 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.વર્ષ 2023-24 માટે 31 ડિસેમ્બર સુધી રેકોર્ડ 8.18 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા હતા. જે 2022-23ના સમાન સમયગાળામાં ફાઈલ કરાયેલા 7.51 કરોડ ITR કરતાં 9 ટકા વધુ છે.

error: