Satya Tv News

સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્કસથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું. ત્યારે આ વર્ષે ઈન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સફળતા મળી છે.દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટસ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યાં હતાં. સુરતનો નંબર આવતાં ગર્વ વ્યક્ત કરતાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આ રેન્ક માટે ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવતાં હતા.જેમાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે. જેથી આ રેન્કના આપણે હક્કદાર બન્યા છીએ. જેથી હું આ રેન્ક તમામ સુરતીઓને આપું છું.

સુરતના 4 લેન રોડની મશીનથી બે વાર સફાઈ થાય છે. સ્વિમિંગ મશીનથી દિવસમાં 2 વખત ફોરનલેન રોડની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેક્સટાઈલ, ડાયમંડ માર્કેટ સહિતના કોમર્શિયલ એરિયામાં સ્વિપિંગ કામગીરી પર ભાર મૂકાયો છે.

error: