પોલીસે કહ્યું કે સૂચના લાશના નિકાલનો કોઈ પ્લાન બનાવ્યો નહોતો. તેણીએ કહ્યું કે હું મારા પુત્રને મારા નિવાસસ્થાને લઈ જવા માંગતી હતી. પોલીસને આશંકા છે કે તેનો પ્લાન ખૌફનાક પણ હોઈ શકે છે. ડેડબોડી તે ઘરમાં છુપાવી રાખવા માગતી હતી. પછી કોઈક સમયે તેનો નિકાલ કરવા માગતી હતી. સૂચના સેઠ જ્યારે ગોવાથી મર્ડર કરીને ચિન્મયની ડેડબોડી કારમાં લઈને બેંગ્લુરુ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં કાર 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ હતી તેને કારણે તે મોડી પડી અને પોલીસે ડ્રાઈવર પાસે પોલીસ સ્ટેશન ગાડી લેવડાવી અને તે ઝડપાઈ ગઈ. જો તે ટ્રાફિકમાં ન ફસાઈ હોત તો તેણે લાશનો નિકાલ કરી નાખ્યો હોત.
સૂચના અને વેંકટ રમણે 2010માં લવ મેરેજ કર્યા હતા. 2019માં તેમને ચિન્મય નામનો પુત્ર થયો હતો. જોકે 2020માં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો તો માતાને પુત્રનો કબ્જો મળી ગયો. ત્યારથી સૂચનાએ પોતાના પુત્રને પતિ વેંકટરામનને મળવા દીધો ન હતો. વેંકટરામને આ માટે કોર્ટમાં અરજી કરી હતી. તાજેતરમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે વેંકટરામન દર રવિવારે પોતાના પુત્રને મળી શકશે. વેંકટ રમણ રવિવારે મળવા આવવાનો હતો પરંતુ તે પહેલા સૂચનાએ ગોવા લઈને જઈને ચિન્મયની હત્યા કરી નાખી હતી.