Satya Tv News

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ બીજી T20 મેચ રમાઈ રહી છે જેમાં કોહલીએ એક ભૂલ કરી હતી. આ મેચમાં માત્ર કોહલી જ નહીં ટીમના વિકેટકીપર જીતેશ શર્માએ પણ તે જ ભૂલનું પુનરાવર્તન કર્યું હતું. આ ભૂલ હતી કેચ છોડવાની. જેનાથી વિરોધી ટીમને ચોક્કસથી ફાયદો થયો, છતાં તેઓ ટીમ ઈન્ડિયાને હરાવી ન શક્યા.અફઘાનિસ્તાનની ઈનિંગની નવમી ઓવર ચાલી રહી હતી. શિવમ દુબે બોલિંગ કરી રહ્યો હતો. ગુલબદ્દીન નાયબ દુબેની સામે હતા. ગુલબદીને દુબે દ્વારા આગળ ફેંકવામાં આવેલા બોલને લોંગ ઓન પર ફટકાર્યો હતો. કોહલી કેચ લેવા આગળ દોડ્યો. જોકે બોલ તેની આગળ હતો. કોહલીએ આગળ ડાઈવ મારી. કોહલીના હાથમાં બોલ આવ્યો પરંતુ તે બોલને પકડી શક્યો નહીં અને કેચ છોડ્યો.

14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે. પરંતુ ફિલ્ડિંગના મામલામાં તેની વાપસી સારી રહી ન હતી. કોહલી જે પ્રકારનો ફિલ્ડર છે, તેની પાસેથી કેચ છોડવાની અપેક્ષા નથી. જોકે આ કેચ મુશ્કેલ હતો, પરંતુ બોલ કોહલીના હાથમાં આવી ગયો હતો અને તેથી તેણે કેચ લેવો જોઈતો હતો. જ્યારે જીતેશે ગ્લોવ્ઝ હોવા છતાં કેચ છોડ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં તેની તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ભારત સામે T20માં અફઘાનિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે.

error: