પંજાબના ફરીદકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે તેની ગર્લફ્રેન્ડની જગ્યાએ પરીક્ષા આપવા માટે પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. યુવતી જેવો દેખાવા માટે યુવકે માત્ર સલવાર-કમીઝ અને બંગડીઓ જ પહેરી ન હતી પરંતુ કપાળ પર બિંદી, ચહેરા પર મેક-અપ અને હોઠ પર લિપસ્ટિક પણ લગાવી હતી. એટલું જ નહીં, તેણે યુવતીના ગેટઅપમાં તેની પ્રેમિકાના નામે બનાવેલા આધાર કાર્ડ અને મતદાર કાર્ડ વગેરે પણ મેળવ્યા હતા. પોલીસે યુવકને ઝડપી લીધો છે.