વિદ્યાર્થીઓ કનેક્ટિકટમાં રહેતા હતા અને તેઓ તેલંગાણાના રહેવાસી હતી. આ પૈકી એકનુ નામ દિનેશ અને બીજાનુ નામ નિકેશ હોવાનુ જાણવા મળ્યુ છે. પરિવારને સભ્યોને આ વિદ્યાર્થીઓના મોત કેવી રીતે થયા તેનુ કારણ ખબર નથી. દિનેશના પરિવારજનોએ કહ્યુ હતુ કે, દિનેશની સાથે ભણતા તેના મિત્રોએ શનિવારની રાતે ફોન કરીને અમને જાણકારી આપી હતી. અમને ખબર નથી કે તેમનુ મોત કયા કારણસર થયુ છે.
પરિવારના કહેવા પ્રમાણે દિનેશ 2023માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો અને નિકેશ થોડા દિવસ બાદ અમેરિકા પહોંચ્યો હતો. યોગાનુયોગ આ બંને વિદ્યાર્થીઓ એક બીજાને પહેલેથી ઓળખતા હોવાથી અ્મેરિકામાં એક બીજાની સાથે રહેતા હતા.
પરિવારજનોએ વિદ્યાર્થીઓના મૃતદેહને પાછો લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદ માંગી છે.