Satya Tv News

VCT પ્રાથમિક કન્યાશાળા ખાતે રમતોત્સવ
ધો.1 to 8ની વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવ
VCT પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને પાઠવી શુભેચ્છા
શિક્ષિકા બહેનોનો દિલપૂર્વક આભાર વ્યક્ત કર્યો

ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી ટી. કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં ધોરણ 1 to 8 ની વિદ્યાર્થીનીઓ માટે રમતોત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.

શારીરિક શિક્ષણ વિષયની શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓની વય અનુસાર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરેડ દ્વારા કરવામાં આવી હતી. કેમ્પસના સીઇઓ માનનીય નુશરત જહાંના હસ્તે ઓપનિંગ કરી રમત માટે મેદાન ખુલ્લું કરવામાં આવ્યું હતું. પરેડ તેમજ ડીલ દ્વારા ઉપસ્થિત તમામનું સન્માન સાથે સ્વાગત કર્યા બાદ નુશરત દ્રારા મસાલને તેના સ્થાન પર ગોઠવ્યા બાદ આકાશી ફુગ્ગા ઉડાવી રમતોની શરૂઆત કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ સ્પર્ધામાં નમ્બર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. અત્રે ઉપસ્થિત કેમ્પસના સીઇઓ, તમામ વિભાગના આચાર્ય , સ્ટાફ ગણ તેમજ સમગ્ર વી. સી.ટી. પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને તેમનામાં રહેલ શુસુપ્ત શકિતઓ માટે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી. આ સાથે નુશરત તેમજ આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં અતિશય પરિશ્રમ કરનાર શિક્ષિકા બહેનોનો પણ ખૂબજ દિલપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની મહેનતને બિરદાવી અભિનદન  પાઠવ્યા હતાં.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂ

error: