ઓક્ટોબર 2023મા. 25 વર્ષીય રેપ પીડિતા વકીલ પી જી મનુ પાસે કાનૂની સલાહ લેવા ગઈ હતી. વકીલે કાનૂની સલાહ તો ન આપી પરંતુ ચેમ્બર વાસીને તેની સાથે રેપ કર્યો હતો. ત્યાર બાદ પણ બે વાર તેની પર રેપ કર્યો હતો. ચોંકાવનારું તો એ છે કે વકીલે રેપ પીડિતાની અશ્લિલ તસવીરો પણ ખેંચી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપીએ 9 ઓક્ટોબરના રોજ પહેલી વાર તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જ્યારે તે તેના માતા-પિતા સાથે તેની વકીલની ઓફિસમાં ગઈ હતી. ત્યાર બાદ મનુએ મહિલાના માતા-પિતાને બહાર રાહ જોવાનું કહ્યું અને પીડિતા સાથે આ મામલે ચર્ચા કરવાના બહાને દરવાજો બંધ કરી દીધો અને રૂમની અંદર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી પણ તેણે બે વાર રેપ કર્યો હતો. મહિલાએ કહ્યું કે તે વોટ્સએપ કોલ અને ચેટ દ્વારા અશ્લીલ વાતો કરતો હતો. 24 નવેમ્બરના રોજ જ્યારે પીડિતાના ઘરે કોઈ નહોતું ત્યારે વકીલે તેના ઘરમાં ઘૂસીને ત્રીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો.
રેપિસ્ટ હાઈકોર્ટનો સિનિયર વકીલ પીજી મનુને ઝડપવા માટે પોલીસે લુકઆઉટ નોટીસનો સહારો લીધો છે. લુકઆઉટ નોટિસ જાહેર થયા બાદ આરોપી દેશ છોડીને ભાગી ન શકે અને એરપોર્ટ, બંદર કે બીજે ક્યાંય પણ જોવામાં આવે તો તરત તેને ઝડપી પાડવામાં આવે છે.