PM મોદી કેરળમાં સુપરસ્ટાર તેમજ રાજનેતા સુરેશ ગોપીની દીકરીનાં લગ્ન પ્રસંગમાં જોડાયા હતાં. સુરેશ ગોપીની દીકરી ભાગ્ય સુરેશનાં લગ્ન વરણ શ્રેયસની સાથે થયાં. આ લગ્ન ખૂબ જ સાદાઈથી ગુરુવાયૂર મંદિરમાં થયાં હતાં. સુપરસ્ટારની દીકરીનાં લગ્નમાં PM મોદીનો અલગ જ વ્યવહાર જોવા મળ્યો હતો. PM મોદીએ પોતાના હાથેથી વરવધૂને જયમાળા આપી. જયમાળા આપ્યાં બાદ PMએ બંનેને આશીર્વાદ પણ આપ્યાં હતાં.PMએ ગુરુવાયૂર મંદિરમાં લગ્ન કરી રહેલા અન્ય જોડકાઓને પણ આશીર્વાદ આપ્યાં. PMએ નવવિવાહિત કપલ્સને ગિફ્ટ પણ આપી.સુરેશ ગોપીની દીકરીનાં લગ્નમાં સાઉથ એક્ટર મમૂટી, મોહનલાલ, દિલીપ, બીજૂ મેનન પણ સામેલ થયાં હતાં. PM મોદીએ તેમના સાથે પણ મૂલાકાત કરી.