Satya Tv News

કંપની એ CSR ફંડ માંથી સાત લાખ થી વધુ ના ખર્ચે અનેક સુવિધા ઓ સ્કૂલ ને ઉપલબ્ધ કરાવી

વાગરા ની જુંજેરા સ્કૂલ માં નેરોલેક કંપની એ લાખો રૂપિયા ખર્ચે તાર્કિક ચિત્રો સાથે બિલ્ડીંગ ને રંગ રોગાન કરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી નો માહોલ સર્જાયો હતો.અત્યાર સુધીમાં કંપની એ CSR ફંડ માંથી સાત લાખ થી વધુ ના ખર્ચે અનેક સુવિધા ઓ સ્કૂલ ને ઉપલબ્ધ કરાવી આપી છે.


વાગરા ની જુંજેરા વિદ્યાલય માં બાળકો ની અભ્યાસ પ્રવૃત્તિ માં રુચિ કેળવાય એ બાબત ને ધ્યાને લઇ કંસાઈ નેરોલેક કંપની એ સ્કૂલ બિલ્ડીંગ ને વિવિધ ભીત ચિત્રો જેવાકે વિજ્ઞાન ઉપયોગી તેમજ ગાણિતિક અને રોજિંદા જીવન માં ઉપયોગી ચિત્ર કામ કરાવ્યુ હતુ.જેને પગલે વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રવૃત્તિ માં રસ દાખવી શકશે અને તેમના જ્ઞાન માં વધારો થશે.ઉદ્દઘાટન કાર્યક્રમ ને કે.પી.જે મેમ્બર,જાપાન ના ઈઝુકા સાન એ રિબન કાપી ખુલ્લો મુક્યો હતો.આ તબક્કે પ્લાન્ટ હેડ રાજેશ પટેલે જણાવ્યુ હતુ કે દેશ ને આગળ લઇ જવા માટે શિક્ષણ ના ઉપર આપણે ધ્યાન આપવુ પડશે.અને એ તરફ કંસાઈ નેરોલેક કંપની સતત કામ કરી રહી છે.


કંપની એ ચાર લાખ થી વધુ ના ખર્ચે સી.એસ.આર. ફંડમાંથી સ્કૂલ બિલ્ડીંગ ને રંગ રોગાન કરાવતા સ્કૂલ ના સંચાલક નિમેશભાઈ પંચાલે આભાર વ્યક્ત કર્યો હતો.અત્યાર સુધી કંપનીએ સ્કૂલ માં કોમ્પ્યુટર લેબ સાથે વિદ્યાર્થીઓના હિત માં અનેક પ્રવૃત્તિઓ કરી ચુકી છે.


કંસાઈ નેરોલેક કંપની અને રોટરી કલબ ભરૂચના સયુંકત ઉપક્રમે યોજાયેલ રંગરોગાન કાર્યક્રમમાં રોટરી કલબ ભરૂચ ના પ્રમુખ રિજવાના જમીનદાર,કંપનીના ઇ.એચ.એસ મેનેજર નવીન પંત,આર એન્ડ ડી મેનેજર રોડ્રિક રોયલ અને સી.એસ.ઓ પરેશ પટેલ સહિત ના સ્કૂલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: