Satya Tv News

બે દિવસ પહેલાં જ સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તલાક ખરેખર ખૂબ મુશ્કેલ છે અને લગ્ન પણ ખૂબ મુશ્કેલ છે. પછી એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી એવી અફવાઓ પણ ચાલી રહી હતી કે બંને વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ અલગ થઈ શકે છે, જેની હવે પુષ્ટિ થઈ ગઈ છે.

શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ થયા હતા. જ્યારે ભારતમાં આ મુદ્દે ઘણો વિવાદ થયો હતો. બંનેના લગ્ન હૈદરાબાદમાં થયા હતા અને વર્ષ 2018માં તેમને એક પુત્રનો જન્મ થયો હતો. પરંતુ કોરોના બાદ બંને વચ્ચે તણાવ સર્જાયો હતો અને બંને અલગ-અલગ રહેતા હતા. જો કે થોડાં સમય પહેલા સાનિયા અને શોએબે એક પાકિસ્તાની શો પણ સાથે હોસ્ટ કર્યો હતો.

error: