વિશ્વની પ્રથમ અને એક માત્ર અને હાલોલ ખાતે મુખ્યમથક ધરાવતી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે તા. ૧૭/૦૧/૨૦૨૪ ના દિવસે રાજભવન,ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માન, શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ
ઉપસ્થિતિમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાયફનાં પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત કાકડે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર ડો. સી. કે, ટિંબડિયા દ્વારા કરાર પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ કરાતા અરસપરસ વિશેષતાઓનો લાભ એકબીજાને ઉપલબ્ધ રહે અને ઝડપથી ગુજરાત સ્વસ્થ રહે, સમૃદ્ધ બને અને ભારત નિર્માણનો લાભ સકળ માનવતા માટે ઉપયોગીરહેશે. આ એમઓયુ દ્વારા સત્તાવાર સહયોગી ભાગીદારી નિશ્ચિત થઈ છે. જેનાથી ગુજરાત રાજ્ય તથા દેશમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જે વિકસિત ભારત માટે ખૂબ જ અસરકારક રહેશે, પર્યાવરણમાં રસ ધરાવતા સર્વેને ખૂબજ પ્રોત્સાહન મળશે. જે આગામી સમયમાં તંદુરસ્ત માનવ સમાજનું ઘડતર કરવામાં મોટુ પરિબળ બની રહેશે. આ કરારથી બાયફ સંસ્થા ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ નાં મહેન્દ્ર પટેલ અને લલિત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.