Satya Tv News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર હુમલાની ખબર છે. આસામના જમુગુડીમાં ભાજપ સમર્થકોએ ન્યાય યાત્રા પર હુમલો કર્યો હતો. ભાજપ સમર્થકોએ ન્યાય યાત્રાની ગાડીઓમાં તોડફોડ કરી હતી અને કેમેરામેન પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીના આગમન પહેલા ભાજપ સમર્થકો રેલી કાઢી રહ્યાં હતા ત્યારે રસ્તામાં ન્યાય યાત્રાની ગાડીઓ આવી જતાં સમર્થકો ગુસ્સે ભરાયા હતા અને ગાડીઓ રોકીને તોડફોડ કરવા લાગ્યાં હતા.

કોંગ્રેસે દાવો કર્યો હતો કે આસામના સોનીતપુર જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશની કાર અને ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ કેમેરા ક્રૂ સાથે “મારપીટ” કરવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કોમ્યુનિકેશન કો-ઓર્ડિનેટર મહિમા સિંહે કહ્યું કે, આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે પોતાના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિ ઉભી કરી, તેઓએ વ્લોગરનો કેમેરો પાછો આપવાનો ઇનકાર કર્યો. રમેશ અને કેટલાક અન્ય લોકોની કાર જમુગુરીઘાટ નજીક એક યાત્રામાં જોડાવા જઇ રહી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

error: