આ મામલો 2016 થી 2023 વચ્ચે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રોજેક્ટ માટે 60 કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે. આ તરફ કેસ નોંધ્યા પછી CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.CBIના દરોડા દરમિયાન કેસ સંબંધિત ગુનાહિત દસ્તાવેજો અને આરોપીઓ દ્વારા હસ્તગત કરેલી મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. CBI અધિકારીએ જણાવ્યું કે, તત્કાલિન ડેપ્યુટી ચીફ એન્જિનિયર નિર્માણ રામપાલ, તત્કાલીન ડેપ્યુટી ચીફ એન્જિનિયર જીતેન્દ્ર ઝા અને બીયુ લસ્કર, તત્કાલીન સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ઋતુરાજ ગોગોઈ, ધીરજ ભાગવત, મનોજ સૈકિયા, મિથુન દાસ અને BIPLના નામ FIRમાં છે.