Satya Tv News

મુનાવર રિયાલિટી ટીવી શો બિગ બોસ 17 માં સ્પર્ધક છે,જે ઓક્ટોબર 2023 માં શરૂ થયો છે. તેમજ બિગ બોસનો વિનર પણ ચાહકો કહી રહ્યા છે. બિગ બોસમાં આ વખતે 3 ગુજરાતી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જીગ્ના વોરા, નીલ ભટ્ટ અને મુનાવર ફારુકી રમતા જોવા મળ્યા હતા. જેમાં મુનાવર ફારુકી જીતનો દાવેદાર છે.ફારુકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં 28 જાન્યુઆરી 1992ના રોજ એક ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમના પિતા એક સમયે દેવું ચઢી ગયું હતુ. આર્થિક સંકડામણને કારણે તેણે 5મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી.

અભ્યાસ છોડીને ગિફ્ટ શોપમાં કામ કરતો હતો અને બાદમાં તેની માતા અને દાદી સાથે સમોસા અને ચકરી બનાવવા અને વેચવામાં જોડાયો હતો.જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. તેમની માતાના મૃત્યુ પછી, તેઓ તેમની કાકીની સલાહ પર મુંબઈમાં આવ્યો હતો. તેણે મુંબઈમાં કેટલીક નોકરીઓ કરવાનું શરૂ કર્યું. 2020 માં, તેમના પિતા લકવાથી પીડાતા મૃત્યુ પામ્યા હતા

2022માં તે બાલાજી ટેલિફિલ્મ્સના રિયાલિટી ટેલિવિઝન શો લોક અપમાં સ્પર્ધક બન્યો હતો, જે કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. 8 મે 2022ના રોજ તેમને શોના વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો, આ શો ઓટીટી પ્લેટફોર્મ એએલટી બાલાજી અને એમએક્સ પ્લેયર પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.5 નવેમ્બર 2022 ના રોજ, તેણે પ્રિન્સ નરુલા અને રોની અજનાલી સાથે “તોડ” નામનું પંજાબી ગીત કર્યું હતુ. ફારુકીએ 2017માં જાસ્મિન સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2022માં છૂટાછેડામાં થયા હતા , મુનાવરને પાંચ વર્ષનો પુત્ર છે. કોમેડી અને વિવાદો દ્વારા લોકોમાં પોતાની ઓળખ બનાવનાર મુનવર ફારૂકી વર્ષ 2020થી આ વિવાદોમાં ફસાયેલા છે. મુનવ્વર તેના એક યુટ્યુબ વિડીયોના કારણે ચર્ચામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત તેના પર વિડીયોમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો હતો.

error: