અભિનેત્રી યામી ગૌતમ ગણતંત્ર દિવસના અવસર પર પતિ આદિત્ય ધર સાથે મુંબઈમાં જોવા મળી હતી. યામી અને આદિત્ય ધરનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે યામી પ્રેગ્નેન્ટ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યામી ગૌતમ સંપૂર્ણ એથનિક લુકમાં જોવા મળી રહી છે. તેણે ગુલાબી રંગનો અનારકલી સૂટ પહેર્યો છે, અને તેનો દુપટ્ટો એવી રીતે પકડ્યો છે કે જાણે તે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય.વીડિયોને જોઈને લાગે છે કે યામી ગૌતમ દુપટ્ટાની મદદથી પોતાના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે,
પરંતુ યામી ગૌતમનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ તરફથી કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ માને છે કે અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે. હા, પણ તે પોતાની પ્રેગ્નન્સી છુપાવી રહી છે. તેને અનારકલી ડ્રેસ પર પણ હિલ્સ નહીં, પરંતુ આ વખતે સાદા ચંપલ પહેર્યા છે. આવો અમે તમને યામી ગૌતમનો તે વીડિયો પણ બતાવીએ. કેટલાક લોકોએ યામીને તેની પ્રેગ્નન્સી માટે અભિનંદન પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું, શું તમે પ્રેગ્નેન્ટ છો? બીજાએ લખ્યું, “લાગે છે કે યામી પ્રેગ્નેન્ટ છે, જો પ્રેગ્નેન્ટ હોય તો તેને અભિનંદન.” અન્ય ઘણા ફેન્સે પણ આવી જ કોમેન્ટ્સ કરી છે.