Satya Tv News

આજે વધુને વધુ લોકો મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.ભારતમાં દિલ્હી,મુંબઇ,હૈદરાબાદ, ગુજરાત સહિતના સ્થળોએ મેટ્રો ટ્રેન ચાલે છે, પરંતુ મેટ્રો સવારથી 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવે છે.શું તમે તેના પાછળનું સાચું કારણ જાણો છો ? દેશના મોટાભાગના શહેરોમાં Metroનો રનિંગ ટાઈમ મોટે ભાગે સવારે 6 થી રાત્રે 10 અથવા 11 વાગ્યાનો છે. દિલ્હીમાં મેટ્રો સવારે 5:30 થી 11:00 વાગ્યા સુધી ચાલે છે. મેટ્રોને દિલ્હીના એનસીઆર ક્ષેત્રના જુદા જુદા ખૂણાઓ સાથે જોડવામાં આવી છે. આ સિવાય અન્ય તમામ રાજ્યોમાં તેમની અનુકૂળતા અને સમય પ્રમાણે મેટ્રોનું સંચાલન થાય છે.

હવે મેટ્રોને લઈને લોકોના મનમાં એક જ સવાલ ઊભો થતો હશે કે 24 કલાક વ્યસ્ત રહેતા દિલ્હી શહેરમાં મેટ્રોની સુવિધા 24×7 કેમ આપવામાં આવતી નથી. તો જવાબ મળે છે કે આ કારણે રાત્રે મેટ્રો બંધ રહે છે.આ તે સમય છે જ્યારે મેટ્રોની જાળવણી અને નિરીક્ષણનું કામ કરવામાં આવે છે, કારણ કે સવાર પડતાની સાથે જ મેટ્રો દર 2 મિનિટે પાટા પર ફરી વળવા લાગે છે. જેના કારણે ઈન્સ્પેકશનની કામગીરી કરવામાં આવતી નથી. એટલું જ નહીં મેટ્રોનું કામ પણ રાત્રીના સમયે કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

error: