Satya Tv News

બિગ બોસ સીઝન 17ને તેનો વિજેતાને મળી ગયો છે. બધાને પાછળ છોડીને મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હવે મુનવ્વરે આ શોનું ટાઇટલ જીતી લીધું છે. તેણે પોતાના જન્મદિવસના અવસર પર આ જીત હાંસલ કરી છે. 28 જાન્યુઆરીએ તે 32 વર્ષનો થયો છે.બિગ બોસની આ સીઝન 15 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થઈ હતી. આ શો 107 દિવસ ચાલ્યો હતો. તેને તેનો વિનર મળી ગયો છે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ 28મી જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો. જે બાદ શોમાંથી બહાર થઈ ગયેલા ઘણા સ્પર્ધકો પણ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. ટોપ 5 ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાંથી એક પછી એક બાકીના ચાર બહાર થઈ ગયા અને મુનવ્વરે આ સિઝન જીતી લીધી છે.

બિગ બોસ જીતવા પર, મુનવ્વર ફારૂકીને માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ તેની સાથે તેને 50 લાખ રૂપિયાની રોકડ પ્રાઈઝ મની અને એક કાર પણ આપવામાં આવી. આ ટ્રોફીની સૌથી ખાસ વાત એ છે કે તેને શોની થીમ દિલ, દિમાગ અને દમના આધારે તૈયાર કરવામાં આવી છે. જીત સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો અને દરેક જગ્યાએ ફેમસ થઈ ગયો છે. તેને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

error: