રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી, 2024 પછી તેના ખાતા અથવા વૉલેટમાં નવી ડિપોઝિટ સ્વીકારવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક એ Paytm નો એક ભાગ છે, જે દેશની સૌથી મોટી પેમેન્ટ કંપનીઓમાંની એક છે. RBI દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી Paytm નવી ડિપોઝિટ લઈ શકશે નહીં. તે UPI સુવિધા સહિત ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ફંડ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડી શકશે નહીં.
Paytm પેમેન્ટ બેંક વાપરતા લોકોને આનાથી અસર પડશે. RBIના નિર્ણય બાદ હવે Paytm પેમેન્ટ્સ બેંકની સેવા પર પ્રતિબંધ લાગશે. આ પ્રતિબંધ 29 ફેબ્રુઆરી પછી લાગુ થશે. મતલબ કે, જો તમે Paytm પેમેન્ટ્સ બેંકમાં જમા પૈસાથી કોઈપણ પ્રકારનું બિલ ચૂકવી શકશો નહીં. Paytm પેમેન્ટ બેંક માત્ર પૈસા જમા કરાવી શકે છે, તેમની પાસે લોન આપવાની સત્તા નથી. તેઓ ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે તેમને ધિરાણકર્તા નિયમનકાર સાથે વ્યવહાર કરવો પડશે. તેનો અર્થ એ છે કે તે એક બેંક ખાતું છે જેમાં પૈસા રાખી શકાય છે, સામાન્ય રીતે વેપારીઓ દ્વારા પ્રાપ્ત ચુકવણી તેમના Paytm પેમેન્ટ એકાઉન્ટમાં જાય છે અને પછી પૈસા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બદલામાં, Paytm તેના ગ્રાહકોને ક્રેડિટ પોઈન્ટ આપે છે. Paytm ની મૂળ કંપનીનું નામ One97 Communications છે અને આ કંપની પાસે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાઇસન્સ છે જેનો ઉપયોગ વર્ષ 2017માં Paytm પેમેન્ટ બેંક શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો.
તમારા હાલના Paytm FASTag બેલેન્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો પરંતુ તે 29 ફેબ્રુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે. Paytm Fastag યુઝર્સે નવો ટેગ ખરીદવો જોઈશે. Paytm પેમેન્ટ બેંકમાં ચુકવણી મેળવે છે, તો તેઓ 29 ફેબ્રુઆરી પછી પૈસા પ્રાપ્ત કરી શકશે નહીં. આ એટલા માટે છે કારણ કે તેમના ખાતામાં ક્રેડિટની મંજૂરી નથી, પરંતુ ઘણા વેપારીઓ અથવા કંપનીઓ પાસે અન્ય કંપનીઓના QR સ્ટિકર હોય છે જેના દ્વારા તેઓ ડિજિટલ ચૂકવણી સ્વીકારી શકે છે.
29 ફેબ્રુઆરી સુધી પેટીએમની તમામ સેવાઓ સામાન્ય રીતે કામ કરશે. આ પછી, Paytm વૉલેટ અને UPI સેવાનો ઉપયોગ કરતા લોકો માટે કેટલાક ફેરફારો થશે. સૌથી અગત્યની વાત એ છે કે જો તમારા વોલેટમાં પહેલાથી જ પૈસા હોય તો તમે તેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો પરંતુ વોલેટમાં કોઈ રકમ જમા કરાવી શકાતી નથી. જો કે, જો તમે તમારું Paytm એકાઉન્ટ થર્ડ પાર્ટી બેંક સાથે લિંક કર્યું છે, તો તમારું Paytm કામ કરવાનું ચાલુ રાખશે અને તમે UPI પેમેન્ટનો ઉપયોગ કરવાનું પણ ચાલુ રાખશો.