Satya Tv News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસના હીરો, યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે તેની ઇનિંગ્સને 176 રન સુધી લંબાવી અને બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. યશસ્વી જયસ્વાલે 277 બોલમાં 200 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

યશસ્વી 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. સુનીલ ગાવસ્કર બીજા સ્થાને છે. એમને 21 વર્ષ અને 277 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં 224 રનની ઇનિંગ રમી હતી. સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદ ના નામે છે.

error: