ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. એવામાં હવે પૂનમ પાંડેએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમાં તેને પોતે કહ્યું કે ‘હું જીવતી છું.’