લગ્નના 19 દિવસમાં જ યુવતીએ પિતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. એટલું જ નહીં પતિનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ હતો. જેથી તેને પોતાની પ્રેમીકા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પત્ની અને તેના પિતાએ વિરોધ કર્યો તો આરોપીએ લાકડીઓથી હુમલો કર્યો હતો.જેમાં યુવતી અને તેના પિતા ઇજાગ્રસ્ત થયા હતા. પતિ, પત્ની અને વોનો કિસ્સો રામોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પીડિત યુવતીએ આક્ષેપ કર્યો છે કે પતિ જીતેન્દ્ર અને સસરા રામકિશન દહેજના લાલચુ હતા. અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જીતેન્દ્રનું લગ્ન પહેલા મુન્નેસ નામની યુવતી સાથે સબંધ હતો.
પીડિતાને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે લગ્ન કર્યા. સમાજમાં પતિના બીજા લગ્નની જાણ થતાં પીડિતા અને તેના પિતા મુન્નેસના પિતા ને મળવા ગયા હતા અને લાલચુ સાસરિયાની હકીકત જણાવી હતી.જેથી ઉશ્કેરાયેલા આરોપી અને તેની પ્રેમિકા અને પિતાએ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પીડિતા અને તેના પિતા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં જીતેન્દ્રને દહેજમાં મળેલી કાર લઈને આવ્યો અને પીડિતાને માર મારીને તેજ કારમાં બીજી પત્ની એવી પ્રેમિકાને લઈને ફરાર થઇ ગયો હતો. રામોલ પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. પતિ, પત્ની અને વોના ઝઘડા અને દહેજના આક્ષેપોને લઈને રામોલ પોલીસે જીતેન્દ્ર, સસરા રામકિશન, પ્રેમીમાં મુન્નીસ અને તેના પિતા વિનોદ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.