ઉપલેટામાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટાથી મુરખડા તરફ જઈ રહેલ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલ યુબકનું નામ રોહિત વઘેરા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ ઉપલેટા પોલીસે ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.
સુરત પલસાણાના હરિપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. છાત્રાલા જંકશન પાસે શેરડી ભરેલા ટ્રેકટરે પલટી મારી હતી. આ તરફ ટ્રેકટર પલટી મારી જતા શેરડીના જથ્થા નીચે શ્રમીકો દબાયા હતા. ટ્રોલી નીચે શ્રમીકો દબાઇ જતાં એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મોરબીના હળવદના કોયબા ગામના પાટીયા સંતરામપુર ઝાલોદ રુટની બસને ટ્રક ચાલકે ટક્કર મારતા બસ પલટી ગઈ હતી. આ તરફ 16 જેટલા પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થતા 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
સુરતના પલાસણાના બારાસડી ગામ પાસે એના ગામના યુવાનો બારડોલી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ડિવાઇડર સાથે બાઇક અથડાતા બન્ને યુવકો પટકાયા હતા. આ તરફ બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા કપડવંજ ઉત્કંઠેશ્વર રોડ સિંગાલી પાટીયા પાસે આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ હતી. આ તરફ ટ્રક પાછળ ઘુસેલી ટ્રકના કેબિનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાને લઈ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આણંદના નાવલી-નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની હાલતમાં બેકામ ગાડી હંકારીને 7 વ્યક્તિ કચડી નાંખતાં 4 લોકોના મોત થયા હતા.નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ ગયો હતો. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ-નાવલી રોડ દહેમી પાસે આગળ ત્રણ બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારીને બચાવાનો પ્રયાસ કર્યો ન હતો. એક પછી એક ત્રણ બાઈકને અડફેટમાં લઈને બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નિપજયા હતા. જેમાં અરવિંદ ઉર્ફેપિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અંકિતા ગુમા સહિત ૩ વ્યક્તિને ઇજા થઈ હતી. પોલીસે જેનીશ પટેલ ની ખાનગી હોસ્પિટલ બહારથી અટકયત કરી છે જેના ત્રણ દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે.