ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. ભરત અને ઈશાને બે દીકરીઓ છે. ઈશા હંમેશા છોકરીઓ સાથે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.એશા દેઓલે લગ્ન બાદ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઈશાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે. હાલમાં દરેક જગ્યાએ ઈશાની અંગત જીવનની ચર્ચા થઈ રહી છે.
ઈશા અને ભરત 6 વર્ષની દીકરી રાધ્યા અને 4 વર્ષની મિરાયાના માતા-પિતા છે. આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને લાંબા સમય સુધી તેમની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ હવે અચાનક જ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.ઈશા અને ભરતે એક નોટ શેર કરીને આ જાણકારી આપી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેમણે કહ્યું, ‘અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન પછી અમારા બંને બાળકોનું હિત સૌથી મહત્વપૂર્ણ રહેશે.
