પાકિસ્તાન સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાનમાં સેલુલર સેવાઓ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલું દેશમાં યોજાઇ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાન પંજગુરના વરિષ્ઠ પોલીસ અધિકારી અબ્દુલ્લા ઝહારીએ કહ્યું કે, આતંકવાદીઓ ચૂંટણી ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે જેથી લોકો મતદાન મથકો સુધી ન પહોંચે. જેને લઈને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
કોઈપણ અપ્રિય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાનની હોસ્પિટલોને 7 થી 9 ફેબ્રુઆરી સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. નેશનલ હેલ્થ સર્વિસ રેગ્યુલેશન એન્ડ કોઓર્ડિનેશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે.