કલેકટર ના જાહેરનામા નો ભંગ કરનાર સાયખાં GIDC ની ચાર કંપનીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
એ.જી.ઇન્ડસ્ટ્રીઝ,આઇસોકેમ કન્ટેનર સર્વિસીઝ પ્રા.લી., એલ.એલ.એસ.સી. પ્રા.લી અને એનવાયરો પ્રોજેકટ પ્રા.લી
સામે ગુનો દાખલ કરાયો
વાગરા પોલીસ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ના જાહેરનામા ના કડક અમલીકરણ અંગે જાણે કમર કસી હોય તેમ લાગી રહયુ છે.પોલીસે સતત બીજા દિવસે વિવિધ કંપનીઓ પર પહોંચી જાહેરનામા ના ભંગ બાબતે બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કંપનીઓ જાહેરનામા નો ભંગ કરતા રંગે હાથ ઝડપાતા તેમની વિરુદ્ધ પીલીસે કાયદેસર ની કાર્યવાહી આરંભતા અનેક કંપનીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો.
વાગરા તાલુકાના સાયખાં કેમિકલ ઝોન માં આવેલ એલ.એલ.એસ.સી પ્રા.લી કંપનીના ડી.જી.એમ શેખર ચંદ્રપાલ ગુપ્તા તથા શીવમ ફેબ્રીકેશનના કોન્ટ્રાક્ટર સુરેશભાઇ એ પોતાની કંપની કોન્ટ્રાક્ટમાં કામ કરતા પરપ્રાંતીય લેબરોના જરૂરી ઓળખના પુરાવા વાગરા પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવી મે. કલેક્ટર ભરૂચ ના જાહેરનામા નો ભંગ કર્યો હોવાની વિગતો વાગરા પોલીસ ની સ્થળ તપાસ માં સામે આવી હતી.આ અંગે વાગરા પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ એ કંપની સામે કાયદેસર ફરિયાદ આપતા કંપની વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી.વાગરા પોલીસ દ્વારા અન્ય એક કંપની માં તપાસ હાથ ધરી હતી.ત્યાં પણ જાહેરનામા નો ભંગ થયા નું સામે આવ્યુ હતુ.સાયખાં જી.આઈ.ડી.સી ની એનવાયરો પ્રોજેક્ટ પ્રા.લી કંપનીના સાઇટ ઇન્ચાર્જ સોહરાબઅલી અતીઉલ્લાહ રાઇન તથા પલક ઇન્ડ સ્ટ્રીઝ કોન્ટ્રાક્ટ ના માલીક શીવશરણસિંગ રામપ્રતાપસિંગ રાજપુતે પોતાની કંપનીના કોન્ટ્રાક્ટમા કામ કરતા પરપ્રાંતીય મજૂરોના જરૂરી ઓળખના પુરાવા પોલીસ સ્ટેશનમા જમા નહી કરાવી જાહેરનામા નો ભંગ કરતા તેઓ વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ એ ફરીયાદ કરી હતી.
વધુમાં સાયખાં જી.આઈ.ડી.સી ની એજી ઇન્ડસ્ટ્રીઝ ના માલીક બેચુ કંપા યાદવ એ પોતાની કંપનીમા કંટ્રક્શનનુ કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના જરૂરી ઓળખના પુરાવા પોલીસ સ્ટેશનમા જમા નહી કરાવી ગુનો કરવા બદલ અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ મનુભાઈ એ તેઓ વિરુધ્ધ ઈ.પી.કો કલમ ૧૮૮ મુજબ પોલીસ ફરીયાદ કરી હતી.બીજી તરફ આઇસોકેમ કન્ટેનર સર્વીસ પ્રા.લી. કંપની ના માલીક ચંપકલાલ અમૃતલાલ શાહ એ પોતાની કંપનીમા સી.સી.ટી.વી. કેમેરા નહી લગાવી જાહેરનામા નો ભંગ કરી ગુનો કરવા બદલ તે કંપની વિરુધ્ધ ઈ.પી.કો કલમ ૧૮૮ મુજબ અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઇ ગફુરભાઈ એ ફરીયાદ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા પોલીસ ના સતત બીજા દિવસે જાહેરનામા ભંગ વિરુદ્ધ ના અભિયાન માં છ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી ને પગલે ગોરખ ધંધા માં સામેલ ઉદ્યોગો માં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.