વડોદરા: અનગઢ ગામના મંદિરે ચાલતા જતા પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીનું ક્રેનની અડફેટે મોત નીપજ્યુ છે. પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાંખતા ટોળામાં રોષ પ્રવર્તી ગયો હતો. આ ઉશ્કારેયાલા ટોળા દ્વારા વાહનોને આગચંપી કરતા અફરાતફરીનો માહોલ છવાયો છે. આ ટોળાએ ડ્રાઇવરને માર મારી ત્રણ વાહનોને આગ ચાંપી દીધી છે. જોકે, આ મામલે પોલીસે ડ્રાઇવર સામે અકસ્માત અને ડ્રાઇવરની ફરિયાદના આધારે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.