આદિવાસી છાત્રો સાથેના થયો હતો દૂર વ્યવહાર
કોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાતે
પગલાં લેવાના બદલે આવે છે છાવરવામાં
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળામાં વોર્ડનનો આદિવાસી છાત્રો સાથેના દૂર વ્યવહારના મામલે આજે કોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાત લીધી હતી.
ગત શનિવારની રાતે અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતા 90 જેટલા છાત્રો ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારે નહીં સુધરો કહી તેવા શબ્દો ઉચ્ચારી દૂર વ્યવહાર કરી અવાર નવાર માર મારતો હતો.શનિવારે વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામતા જ ઉચ્ચા કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજકલ્યાણ અધિકારીની જવાબદારી સોપી દેવામાં આવી છે.આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.ત્યારે આજરોજ કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા,ઝઘડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા સહિતના આગેવાનોએ શાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી સમગ્ર ઘટનાને માહિતી મેળવી વોર્ડનને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.ઉપરાંત આ વોર્ડન સામે પગલાં લેવાના બદલે તેને બદલી કરી મલાઈદાર ખાતું આપી છાવરવામાં આવી રહ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર