Satya Tv News

દિશા અને રાહુલે ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે લાડલીનું આ દૂનિયામાં સ્વાગત કર્યું હતું. હવે બંનેએ ફેન્સને તેની ફર્સ્ટ ગર્લ ચાઈલ્ડનો ચહેરો બતાવ્યો છે. ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ દિશા અને ‘બિગ બોસ 14’ ફેમ રાહુલ બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રાહુલ અને દિશા લાડલી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.રાહુલ અને દિશાને જોઈને પાપારાઝીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારપછી રાહુલ અને દિશાએ તેની લાડલીનો ચહેરો બતાવ્યો હતો. પાપારાઝીએ વીડિયો પોસ્ટ કરીને પૂછ્યું, ‘પુત્રી કોની જેવી લાગે છે, પિતા રાહુલ કે માતા દિશા જેવી?’ અત્યારે દરેક જગ્યાએ માત્ર રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી છે.

error: