BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થઈ હતી. મહત્વનું છે કે, સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે. આજે BAPS મંદિરમાં મહંત સ્વામીના હસ્તે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરમાં સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. તેની કિંમત 700 કરોડ રૂપિયા છે. નોંધનિય છે કે,. PM મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ.