પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બે હવે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે. તેમના પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ નોંધાયો છે. મુંબઈના રહેવાસી ફૈજાન અંસારીએ 100 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ નોંધ્યો છે. પોતાની એફઆઈઆરમાં ફેઝાન અંસારીએ આરોપ લગાવ્યો છે કે પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બેએ પબ્લિસિટી મેળવવા માટે કેન્સર જેવી ગંભીર બીમારીને લઈને લોકોમાં સીરિયસનેસ ઘટાડવા અને પોતાના મોતની ખોટી ખબરનો ડ્રામા ઉભો કરવાનું કામ કર્યું છે. ફેઝાને ફરિયાદમાં લખ્યું કે પૂનમ પાંડેએ પોતાની આ હરકતોથી કરોડો ભારતીયનો વિશ્વાસ તોડ્યો છે. સાથે જ બોલિવુડના લોકોની છવિ પણ ખરાબ કરી છે.
ફેઝાને પોતાના અરેસ્ટ વોરંટમાં અપીલ કરી છે કે, પોતે સિવિલ લાઈન્સ કાનપુર કોર્ટ પહોંચીને પુનમ અને તેમના પતિ સેમ બોમ્બે સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ નોંધાવી રહ્યા છે. તેમની એક કોપી તેમણે કાનપુર પોલીસ કમિશ્નરને પણ આપી છે. ફેઝાને પોતાની FIR કોપીમાં પૂનમ પાંડેના સામે અરેસ્ટ વોરંટ જાહેર કરવાની અપીલ કરી છે.